ગુજરાત
News of Friday, 9th December 2022

રામપુરા ગામે મૃત પિતાને યાદ કરતી દીકરીએ દવા પી લેતા મોત નિપજ્યું

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામમાં પિતાની યાદમાં ઝેરી દવા પી દીકરી એ આપઘાત કરતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

 મળતી માહિતી મુજબ દિવ્યાબેન અશ્વિનભાઇ તડવી( ઉ.વ.૧૬) ધંધો-મજુરી (રહે નવા રામપુરાતા.નાંદોદ જી.નર્મદા)નાઓના તેના પિતાજી ચારેક મહિના અગાઉ મૃત્યુ પામ્યા હોય જેથી તેના પિતાને ખુબ યાદ કર્યા કરતી હતી અને ચિંતા વ્યક્ત કરતી હતી જેથી પિતાની ચિંતામા જ ઘરમા મુકેલ કપાસ છાંટવાની દવા પી જતા લેતા તેનું મોત નિપજ્યું હોય રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

(10:37 pm IST)