ગુજરાત
News of Friday, 9th December 2022

રાજપીપળા એચ.ડી. એફ.સી બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો :૩૦ યુનિટ બ્લડ ડોનેટ થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ગર્ભવતી મહિલાઓ સિકલસેલ પીડિતો માટે અવર નવાર લોહીની જરૂર પડતી હોય છે તેવામાં રાજપીપળામાં જે તે ગ્રૂપ નું લોહી ઉપલબ્ધ ન હોય ત્યારે અન્ય શહેર માંથી વ્યવસ્થા કરવી પડે તેવા સંજોગો માં લેટ થાય તો ગંભીર દર્દી માટે જોખમ ઉભુ થાય છે માટે જિલ્લામાં સંસ્થાઓ અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે જેમાં રાજપીપળાની એચ.ડી. એફ. સી બેંક પણ આવા સેવાકાર્યો કરતી હોય જેના ભાગરૂપે બેંક શાખા માં એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં કરાઠા ગામના સરપંચ સપનાબેન જયદીપ ભાઈ વસાવા અને રેડક્રોસ બ્લડ બેંક ના ચેરમેન એન.બી. મહીડા ઉપસ્થિતિ રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પ નો શુભારંભ કરાવ્યો હતો.
આમ ફાઈનાન્સ સેવા ની સાથે સાથે એચ.ડી.એફ. સી બેંક સમાજ સેવાના કાર્યો પણ કરતી હોય બેંકના બ્રાન્ચ મેનેજર વિરલ સુરતી અને WBO હેડ રાજેન્દ્રસિંહ રાણા એ બેંકની ટિમ સાથે આ સફળ  આયોજન કર્યું હતું જેમા 30 યુનિટ બ્લડ કલેક્ટ કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક સેવાકાર્ય કર્યું હતું

(10:40 pm IST)