ઓરી ગામમાં મકાન તોડી નાખવા મુદ્દે માથાકૂટ : મારામારી થતા 4 વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ઓરી ગામમા મકાન તોડવાનું કહેવા બાબતે માથાકૂટ થતા મારામારી કરતા ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
મળતી વિગતો અનુસાર તારોખ 7 જાન્યુઆરી એ સાંજે 3.30 કલાકે ઓરી ગામે થયેલી માથાકૂટ બાબતે દિવાલભાઇ મોહનભાઇ વસાવા( રહે.ઓરી,માછી ફળિયુ )એ આપેલી ફરિયાદ મુજબ તેમનું ઘર સરકારી જમીન માં આવ્યું હોય તે ઘરને JCB મશીનથી તોડી નાંખવાનું હોવાની કાલાભાઇ વિનુભાઇ માછી ગામમાં વાતો કરતો હોઇ જેથી બોલાચાલી થતા કાલા ભાઈ માછી એ હું તારૂ ઘર તોડી નાંખીશ તો તું મારૂ શું કરી લેવાનો છે તેમ કહી ગાલ ઉપર લાફા મારી લાકડીનો સપાટો મારી ઇજા પહોચાડી તથા ડપોભાઇ ગોપાલભાઇ માછી ,જીતોભાઇ ગોપાલભાઇ માછી અને હાર્દિકભાઇ ભુપતભાઇ માછી નાઓ પણ ત્યાં આવી ગમેતેમ ગાળો બોલી મંગીબેનના ગાલ ઉપર લાફા મારી ચારેય એ જાતિ વિષયક ગમેતેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આમલેથા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો સાથે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.