ગુજરાત
News of Monday, 10th January 2022

મેઘરજ તાલુકાના રાયાવાડા ગામે દૂધનો ભાવ ઓછો ભરવા બાબતે બને પક્ષો બાખડ્યા:સામસામે 11 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

 મેઘરજ :તાલુકાના રાયાવાડા ગામે દુધનો ભાવ ઓછો કેમ આપો છો અને બીજા પક્ષે પોલીસ ફરીયાદમાં તમો કેમ જામીન થયા હતા. બંને પક્ષો વચ્ચે મારામારી થઇ હતી. જેના પગલે બંને પક્ષોએ સામ સામે ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાયોટીંગ અને એટ્રોસિટીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકાના રાયાવાડા ગામના દુધ મંડળીના ટેસ્ટર ભલાભાઈ ફુલાભાઈ ડામોરે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યુ હતુ કે રાબેતા મુજબ ગામની ડેરીમાં દુધ ભરતો હતો તેવામાં  બાલા કાના  દુધ લઈને ડેરીમાં આવ્યા હતા અને સવારે દુધનો ભાવ ૩૫ રૃ.ભર્યો હતો કહી ગાળો બોલતો હતો અને ગાળો બોલવાની ના પાડતા દુધની બરણી છુટી મારતા અન્ય ગ્રાહકને વાગી હતી અને તેનો ભાઈ અને પત્ની આવી ડેરી ઉપર પત્થરમારો કર્યો હતો અને તમને એટ્રોસીટીમાં ફસાવી દઇશુ તેવુ કહી ધમકી આપતા ટેસ્ટરે ૧૦૦ નંબર ડાયલ કરતા પોલીસ આવતાં આ લોકો ભાગ્યા હતા જે ઘટના અંગે દુધ મંડળીના ટેસ્ટરે  એક મહીલા સહીત ત્રણ શખ્સો સામે પોલીસ ફરીયાદ નોધાવી હતી. જ્યારે બીજા  પક્ષે જયંતીભાઈ કાનાભાઈએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ હતુ કે  ડેરીમાં દુધ ભરવા ગયો ત્યારે ટેસ્ટર ભલાભાઈ મારા ભાઈને જમીન ઉપર પાડી દઈ માર મારતા હતા અને હુ તેમને બચાવવા વચ્ચે પડતા ભલા ડામોર જાતિ વિશે અપશબ્દો બોલી કહેતો હતો કે તુ કેમ ડેરીમાં દુધ ભરાવવા આવેલો છે અને તારા ભાઈને માર માર્યો છે કહી છુટ્ટી ઈટ્ટો મારતા એક ઇંટ જયંતીને વાગતા ઈજાગ્રસ્ત થયા હતા અને જાતીવિષયક અપશબ્દો બોલી કહેતા હતા કે અમારે તમારો સામાજીક બહિષ્કાર કરવાનો છે તમારે ગામની ડેરીમાં પ્રવેશ કરવો નહી અને શાળામાં પણ પ્રવેશ કરવો નહી કહી બાથે પડી જઈ માર માર્યો હતો જાતી વિષયક અપશબ્દો બોલતો હતો અને કહેતો હતો કે તુ મારી ડેરીમાં આવેલો છે અને  તે દરમિયાન અન્ય ઈસમો આવેલા અને કહેતા હતા કે સુરેશ જીવા ડામોર ઉપર ફરીયાદ કરેલી તેમા તુ કેમ જામીન થયેલો કહી તને તો આજે છોડવાનો નથી કહી આ તમામ ઇસમોએ મંડળી રચી ઢોર માર મારતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા જયંતિ કાનાએ મેઘરજ પોલીસ મથકે સાત શખ્સો સામે નામજોગ અને ટોળા સામે ફરીયાદ નોંધાવીહતી

(5:30 pm IST)