અમદાવાદના યુવકે વડોદરાની મહિલા સાથે ફેસબુક પર મિત્રતા કેળવી દુષ્કર્મ આચરતા અરેરાટી
વડોદરા: શહેરની મહિલાએ અમદાવાદના યુવક સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ યુવકે મહિલાને નિમેટા લઈ જઇ ચાલુ કારમાં ચપ્પુની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી મહિલાના પતિ છેલ્લા આઠ મહિનાથી સાબરમતી જેલમાં ચોરીના ગુનામાં સજા કાપી રહ્યા છે અને સંતાનમાં તેઓને એક પુત્ર અને એક પુત્રી છે.
બે મહિના અગાઉ અમદાવાદ ખાતે રહેતા આયુષ પાંડે નામના વ્યક્તિએ મહિલાના ફેસબુક એકાઉન્ટ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા કેળવાતા વાતચીત શરૂ થઈ હતી. ગઈકાલે આયુ સે જણાવ્યું હતું કે, હું વડોદરા આવવાનો છું તને ફોન કરીશ ત્યારબાદ મહિલા યુવકની સાથે કારમાં અમિતનગર સર્કલથી આજવા સર્કલ તરફ જવા નીકળી હતી.
ચાલુ કારમાં આયુષ પાંડેએ મહિલાને પાણીની બોટલ આપી હતી જે પિતા જ મહિલાને ચક્કર આવવાના શરૂ થયા હતા અને છરીની અણીએ મહિલાને ચૂપચાપ બેસાડી આયુષ કારને નિમેટા તરફ લઈ ગયો હતો અને ખુલ્લા ખેતરમાં મહિલાની મરજી વિરુદ્ધ કારમાં શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.