ગુજરાત
News of Saturday, 10th April 2021

રાજપીપળા સહિત જિલ્લામાં Covid-19 નાં વધતા કેસ માટે 108 ની ટિમ ફરીથી સક્રિય થઇ

હાલ કોરોના એ ફરીથી માથું ઉંચક્યું છે ત્યારે નર્મદા જિલ્લાની 108 એમ્બ્યુલન્સની ટીમ જિલ્લાના ખૂણે ખૂણે સુધી દર્દી ઓને ખુબ ઉપયોગી થઇ રહી છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય સેવા સાથે મજબૂત સંબંધ ધરાવતી જી વી કે ઈ એમ આર આઈ 108 ટિમ પણ કોરોના સામે ફ્રન્ટ લાઇન વોરીયસ તરીકે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લામાં અવિરત સેવાઓ આપી રહી છે,રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના નાં કેસોમાં એકદમ વધારો થતા 108 ની ટિમ કોરોનાનાં કેસ કરવા માં સક્રિય થઇ છે જ્યાં જિલ્લાનાં પાંચેય તાલુકામાંથી દરરોજ 108 એમ્બ્યુલન્સ દ્વારા કેસો રાજપીપલા covid-19 હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવી રહ્યા છે.અને જે વધુ ગંભીર જણાય તેવા દર્દી ને પણ 108 દ્વારા વડોદરા ની એસ એસ જી અથવા ગોત્રી મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવે છે.
જયારે કોરોના નાં કેસ માં દર્દી ની સાથે કોઈ ન હોય ત્યારે ખરા અર્થમાં 108 નાં કર્મીઓઓ જ સાચા સાથી બને છે  જે પોતાને સંક્ર્મણનાં થાય તેનું ધ્યાન પણ રાખે તેમજ બીજા દર્દીઓ ને સંક્ર્મણ ન થાય તેના માટે પોતે પણ સેનિટાઇઝ થાય તેમજ 108 એમ્બ્યુલન્સને પણ યોગ્ય રીતે વારંવાર સેનિટાઇઝ કરતા હોય છે.
આવા આકરા તાપમાં પણ પીપીઈ કીટ પેહરી 108 એમ્બ્યુલન્સમાં દર્દી માટેનાં કંપાર્ટમેન્ટમાં રહી દર્દી ને સારવાર તેમજ સાંત્વના આપી દર્દીને હોસ્પિટલ ખસેડતા હોય છે જેના થી દર્દીને હૂંફ મળી રહે છે.પોતાની જીવની પરવાહ કર્યા વિના 24/7 સર્વિસ આપતા આવા 108 કર્મીઓ હંમેશા ફ્રન્ટલાઈનનાં ખરા વોરિયર્સ છે.

(11:10 pm IST)