News of Saturday, 10th April 2021
મહેસાણાએ સજ્જડ સ્વયંભુ લોકડાઉન પાળ્યુ
શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉન સોમથી શુક્ર સવારે ૮ થી ૬ સુધી બજારો ખુલ્લી રહેશે : ગુજરાતભરમાં આ પ્રયોગ સહુએ કરવાની તાતી જરૂર
(રાહુલ ઠક્કર) મહેસાણા, તા. ૧૦ : તમામ વેપારી એસો.એ આપેલા એલાન મુજબ મહેસાણાની તમામ બજારો આજે સ્વયંભુ લોકડાઉન પાડી રહી છે. મહેસાણાનો ધમધમતો માલ ગોડાઉન રોડ ઉપર કર્ફયુ જેવો સન્નાટો છે. કોરોનાનો વ્યાપ વધતા વેપારી એસોસીએશનોએ ગઈકાલે શનિ-રવિ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન પાળવા નિર્ણય લીધો હતો. માત્ર મેડીકલ સ્ટોર અને જીવન જરૂરી ચીજોની કેટલીક દુકાનો ખુલ્લી રહી છે.
બે દિવસના લોકડાઉન પછી સોમ થી શુક્ર બજારો સવારે ૮ થી ૬ સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે. મહેસાણાએ લીધેલો નિર્ણય સમગ્ર ગુજરાત અપનાવે તો કોરોના વિજળીક ઝડપે કાબુમાં લઈ શકાય.
(11:43 am IST)