ગુજરાત
News of Saturday, 10th April 2021

શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે ? ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે મેળવ્યો?

સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શન મામલે કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે પૂછ્યા સવાલ : હોસ્પિટલમાં ઇન્જેક્શન ના આપી શકો તો રાજીનામું આપો

સુરતમાં ભાજપ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારે ભાજપ પર આક્ષેપ કર્યા છે કે, હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર પર ઇન્જેક્શન નથી મળતા અને ભાજપ પાસે ઇન્જેક્શન કેવી રીતે પહોચ્યાં? શું કમલમ્ ફાર્માસ્યુટીકલ કંપની છે? શું કમલમ્ રજીસ્ટર્ડ હોસ્પિટલ છે. ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો કેવી રીતે મેળવ્યો? સી.આર.પાટીલ માત્ર સુરત અને નવસારીની જ સેવા કેમ કરે છે. પાટીલ અન્ય જિલ્લાઓમાં કેમ વિતરણ ના કર્યું.

 સુરતમાં ભાજપે રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ શરૂ કર્યું છે ત્યારે ભાજપ કાર્યાલય પર ઇન્જેક્શન વિતરણ પર કોંગ્રેસે આક્ષેપ કરી રહ્યુ છે. મનિષ દોશી ભાજપે રસીકરણનું રાજકીયકરણ કર્યું છે. ભાજપને ઇન્જેક્શન વેચાણની મંજૂરી કોને આપી? હોસ્પિટલની જગ્યાએ પાર્ટી કાર્યાલયથી આવી વ્યવસ્થા ના હોવી જોઇ. ઇન્જેક્શન હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારની છે. હોસ્પિટલમાં ઇન્જેક્શન ના આપી શકો તો રાજીનામું આપો. ઇન્જેક્શન આપી ભાજપ લોકોને ભ્રમિત કરી રહી છે. લાયસન્સ વિના ભાજપ દવાનું વેચાણ કેવી રીતે કરી શકે?

(2:12 pm IST)