ગુજરાત
News of Monday, 10th May 2021

હાર્દિક પટેલનાં પિતા ભરતભાઇ પટેલનું કોરોનાથી નિધનઃ વિજયભાઇએ સાંત્વના પાઠવી

રાજકોટ, તા.૧૦: રાજયના કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલનું અવસાન થયુ છે. હાર્દિકના પિતા ભરત પટેલ કોરોના સંક્રમિત થયા હતા અને તેમને અમદાવાદથી યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હાર્દિકના પિતા ભરતભાઇ પટેલના દુઃખદ અવસાન અંગે હાર્દિક પટેલ સાથે ટેલફોનિક વાતચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યકત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે હાર્દિક  પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા જેના વિશે તેમણે થોડા દિવસો પહેલાં જાતે ટિવટ કરીને માહિતી આપી હતી. ત્યારે આજે કોરોના વાયરસની ઝપટમાં આવેલા તેમના પિતા ભરતભાઇનું અવસાન થયું છે.

(1:13 pm IST)