વડોદરાના અટલાદરા વિસ્તારમાં પરિવારના સભ્યોની સારવારમાં વ્યસ્ત બે પરિવારના મકાનને નિશાન બનાવી તસ્કરો 70 હજારની ચોરી કરી છૂમંતર.....
વડોદરા:શહેરના અટલાદરા સનફારમા રોડ ઉપર રહેતા સંતોષબેન માહોર ખાનગી કંપનીમાં ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગોત્રી રોડ ઉપર આવેલા શિવ ટેનામેન્ટ માં રહેતા તેઓના માતા પિતાની તબિયત નાદુરસ્ત હોય સારવાર માટે 70 હજાર રૂપિયા રોકડા આપી રાખ્યા હતા. દરમિયાન પિતા વતન જતા માતાને દીકરી પોતાના ઘરે લઈ આવી હતી જેથી ગોત્રી રોડ ઉપર આવેલું મકાન ખાલી હતું દરમિયાન 5 મે ના રોજ બંધ મકાન નો લાભ ઉઠાવી અજાણ્યો તસ્કર ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી કબાટ માં રાખેલા રોકડા રૂપિયા 70,000 ની ચોરી કરી નાસી છૂટયો હોવાનું જાણવા આવ્યું હતું.
બીજા બનાવમાં વડોદરા શહેરના સમતા વિસ્તારના સ્વાતંત્ર્ય સેનાની નગર માં રહેતા નારાયણ પિલ્લાઈ નિવૃત્ત જીવન ગુજારે છે . તેઓ નવા મકાનમાં રહેવા ગયા બાદ સ્વાતંત્ર્ય સેનાની નગર નું મકાન બંધ હાલતમાં હતું. દરમિયાન જાણવા મળ્યું હતું કે મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશેલો તસ્કર બેડરૂમમાં રાખેલી 3 ત્રિજોરી ના તાળા તોડી લગ્ન પ્રસંગે ચાંદલા માં આવેલી રોકડ રકમ 55000 ની મતા ચોરી નાસી છૂટયો હતો. ઉપરોક્ત બંને બનાવ સંદર્ભે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.