વડોદરાના પાદરામા ડિવોર્સી પત્નીના અન્ય સ્થળે લગ્ન નક્કી થતા યુવકે ઝેર ગટગટાવી મોતને વ્હાલું કર્યું
વડોદરા: શહેરના પાદરાના અંબાડા ગામે રહેતા ૨૭ વર્ષના યુવકે ગત તા.૨૭ મી ના રોજ ઝેરી દવા પી લીધી હતી.જેનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયુ છે.પાદરા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,પાદરા તાલુકાના અંબાડા ગામે રહેતો ભાવેશ મનહરભાઇ પાદરામાં જ હેરકટીંગની દુકાન ચલાવે છે.પતિ પત્ની વચ્ચે મતભેદ થતા પત્નીએ છૂટાછેડા થયા હતા.અને પત્ની પુત્રને લઇને પિયર જતી રહી હતી.દરમિયાન ભાવેશને જાણ થતા તે ડિપ્રેશનમાં હતો.અને ગત તા.૨૭ મી તારીખે તેણે પાદરા બસસ્ટેન્ડ પર જઇને ઝેરી દવા પી લીધી હતી.તેની જાણ તેના પિતાને થતા તેઓ બસસ્ટેન્ડ ગયા હતા.અને પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.ત્યારબાદ ભાવેશને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ગત તા.૮ મી ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.આજે સવારે તેનું મોત થયું છે. પાદરા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.