ગુજરાત
News of Thursday, 10th September 2020

૧૪ સપ્ટેમ્બરથી આંશિક રીતે ગુજરાતમાં તાલુકા લેવલે કોર્ટો અનેક કડક જોગવાઈઓ સાથે ફિઝિકલ" ફરી શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય : સર્ક્યુલર જાહેર

અમદાવાદ : ૧૪ સપ્ટેમ્બરથી આંશિક રીતે ગુજરાતમાં તાલુકા લેવલે કોર્ટો અનેક કડક જોગવાઈઓ સાથે ફિઝિકલ" ફરી શરૂ કરવા હાઈકોર્ટનો નિર્ણય થયો છે. ૫૦% જ્યુડિશિયલ અધિકારીઓની હાજરી સાથે અઠવાડિક રોટેશન ના ધોરણે કોર્ટો ફિઝિકલ ચાલુ કરી શકાશે. તાલુકા લેવલની અદાલતો તેમની સમક્ષ દલીલો માટે બાકી મેટરો,  અને બે કે ત્રણ સાક્ષીઓ બાકી હોય તેવા કેસો હાથ ધરી શકશે. કોર્ટ પ્રિમાઇસીસમાં બધા માટે માસ્ક પહેરવું ફરજીયાત રહેશે. અદાલતોને દરરોજ સેનેટાઈઝ કરવાની રહેશે.

કોર્ટોના સમય સવારે ૧૦.૪૫ થી બપોરે ૪ સુધીનો રહેશે. લન્ચ બ્રેક બપોરે ૨ થી ૨.૩૦ રાખવામા આવશે.  તાલુકા લેવલની પ્રત્યેક કોર્ટમાં રોજના ૨૫થી વધુ કેસ ચલાવાશે નહિ જાહેર થયેલ સર્ક્યુલર માં જણાંવવામાં આવ્યું છે.

(11:51 pm IST)