News of Thursday, 10th September 2020
અમદાવાદની ત્રણ હોસ્પિટલનાં 60 જેટલા ડૉક્ટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: તબીબી આલમમાં ફફડાટ
સૌથી વધુ 24 ડોકટર્સ એસ.વી.પી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ
અમદાવાદ શહેરની એસ.વી.પી હોસ્પિટલ, શારદા તેમજ એલ.જી હોસ્પિટલનાં ડોકટર્સનાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ત્રણેય હોસ્પિટલમાંથી 60 જેટલા ડોકટર્સનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા તબીબી આલમમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. સૌથી વધુ 24 ડોકટર્સ એસ.વી.પી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવ્યા છે.
છેલ્લા બે દિવસથી માસ સ્ક્રીનીગ હાથ ધરવામાં આવ્યું હતું. પોઝિટિવ આવેલ ડોક્ટર્સમાં રેસિડેન્ટ તેમજ કસલટન્ટ ડોક્ટર્સનો સમાવેશ થાય છે. મોટા પ્રમાણમાં ડોક્ટર્સનાં રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એ વધુ રિપોર્ટ કરવાનું માંડી વાળ્યું હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.
(12:33 pm IST)