ગુજરાત
News of Thursday, 10th September 2020

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ગાંધીનગરના કરોડોના કામોનું ઇ-લોકાર્પણ

ગાંધીનગર મનપા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં કુલ ૧૩૪ કરોડથી વધુ રૂપિયાના વિકાસ કામોનું ઇ-લોકાર્પણ

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે  ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧૧૬ કરોડથી વધુ રૂપિયાના કામોનું ઇ-લોકાર્પણ - ખાતમુહૂર્ત કરાશે. ગાંધીનગર મહાનગરપાલિકા, કલોલ અને ગાંધીનગર તાલુકામાં કુલ- ૧૩૪ કરોડથી વધુ રૂપિયાના વિકાસ કામોનું સાસંદ અમિતભાઇ શાહના હસ્તે ઇ- લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ ગાંધીનગર કલેકટર કચેરી, સેકટર- ૭/એના બગીચામાં અને રૂપાલ ગામ ખાતે યોજાયું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરીનું આધુનિકરણ કરવા માટે નાણાંકીય હિસાબ સંચાલન, માનવ સંસાધન સિસ્ટમ, યોજના સંચાલન, પ્રાપ્તિ વ્યવસ્થાપન, સંપત્તિ, અહેવાલ, મોબાઇલ એપ્લિકેશન, વેબ પોર્ટલ, આંતર- વિભાગ ફાઇલ સંચાલન જેવા અનેક કામોનું સરળીકરણ કરવા માટે રૂપિયા ૫૩૮ લાખના ખર્ચે તૈયાર થયેલ ઇ.આર.પી. અને ઇ- ગવર્નન્સ પ્રોજેકેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

(1:15 pm IST)