સાણંદ : જીવણપુરાના સનાથલની સીમમાં ખુલ્લા ખેતરમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી સાત શખ્સોની ધરપકડ કરી
સાણંદ : જીવણપુરા તાબે સનાથલ ગામની સીમમાં મહેન્દ્રભાઇ જવાનસિંહ ચૌહાણ નામના ઈસમના ખુલ્લા ખેતરમાં પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ ૪ જુગારીઓ (૧) નિમેષભાઇ હસમુખભાઇ કોટક રહે. બ્રહ્મપોળ, સરખેજગામ, અમદાવાદ (૨) નિમેષભાઇ મહેશભાઇ પ્રજાપતી રહે. રાવળવાસ, નવા વણજર, સરખેજ, અમદાવાદ (૩) વાઘજીભાઇ સેંધાજી ઠાકોર રહે. ઠાકોરવાસ, ધોળકા રોડ, સરખેજ, અમદાવાદ (૪) કરણ આયદાનભાઇ લુહાર રહે. સપના સિનેમાની બાજુમાં, સરખેજ, અમદાવાદનાઓને પકડી તેમની પાસેથી અંગ ઝડતી કરતા તથા દાવ ઉપરની કુલ રોકડ રૂ.૧,૫૦,૭૦૦/- તથા વાહન નંગ.૨ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૨ કિ.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૨,૪૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી તથા આરોપી નં (૫) આશીફખાન ઇબ્રાહિમખાન પઠાણ રહે. સરખેજ, અમદાવાદ (૬) રીઝવાન નામનો માણસ રહે. સરખેજ, અમદાવાદ (૭) મહેંદ્રસિંહ જવાનસિંહ ચૌહાણ રહે. સનાથલ ગામ, તા. સાણંદ, જી. અમદાવાદ ત્રણેય વોંન્ટેડ ઇસમો વિરૂધ્ધમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી. કરી આગળની તપાસ હાથ ધરેલ છે.