ગુજરાત
News of Thursday, 10th September 2020

ગાંધીનગર જિલ્લાના રાયપુરમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડી નવ જુગારીઓને 67 હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં હજુ જુગારની પ્રવૃતિ અટકવાનું નામ લેતી નથી ત્યારે ગાંધીનગર નજીક રાયપુર ગામની સીમમાં સરકારી કોતરમાં જુગાર રમાતો હોવાની બાતમીના પગલે ડભોડા પોલીસે દરોડો પાડીને નવ જુગારીઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી રોકડ મોબાઈલ મળીને ૬૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃતિ ખુબ ફુલતી ફાલતી હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી જુગારીઓ ઠેકઠેકાણે બોર્ડ બેસાડીને જુગાર રમતાં હોય છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કાનજી મોહનભાઈ દેસાઈ નામનો શખ્સ રાયપુર ગામની સીમમાં આવેલી સરકારી પડતર જગ્યામાં લોકોને ભેગા કરી જુગાર રમાડી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થળેથી ન્યુ રાણીપમાં પીપલેશ્વર કોલોનીમાં રહેતા સુરજપાલ રઘુવરપાલ રાજપુત, ક્રિષ્ણાનગર ચાંદલોડીયાના પ્રેમસિંહ ગંભીરસિંહ રાઠોડ, કીર્તી રોહાઉસ ચાંદલોડીયાના દિપક કમલેશભાઈ ચક્રવર્તી, ચાંદલોડીયા ગજરાજ સોસાયટીના પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા, ઘાટલોડીયાની ધનાકાકાની ચાલીમાં રહેતા રામકિશોર ફુલસહાય રાજપુત, ધણપ ચૌધરીવાસમાં રહેતા મુનેશ લાલસિંહ યાદવ, બોરીજમાં રતન ટેકરી ખાતે રહેતા દીપેન્દ્ર લક્ષ્મણભાઈ કુશ્વાહા, ઘાટલોડીયા કિષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા માનસિંહ રામહંસ કુશ્વાહા અને ઘાટલોડીયા શાંતિનિકેતનમાં રહેતા કાનજીભાઈ મોહનભાઈ દેસાઈને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી રોકડ અને મોબાઈલ મળી ૬૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને જુગારીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે

(5:28 pm IST)