ગુજરાત
News of Thursday, 10th September 2020

ગાંધીનગર સે-19ના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ દાગીના સહીત 2.12 લાખની મતા તફડાવી

ગાંધીનગર: શહેરમાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે તાજેતરમાં સે-૮માં નિવૃત સનદી અધિકારીના બંધ મકાનમાં બારીની ગ્રીલ તોડીને પ્રવેશેલા તસ્કરો ૩૯.પ૦ લાખના દાગીના અને રોકડ ચોરીને પલાયન થઈ ગયા હતા. જે તસ્કરોનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી ત્યારે શહેરના વીવીઆઈપી ગણાતાં એવા સે-૧૯ને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું છે. અહીં -ટાઈપના મકાન નં.ર૮પ/૧માં રહેતા અને અખબારના તંત્રી એવા ભરતકુમાર ગીરજાશંકર વ્યાસ તેમનું મકાન બંધ કરીને રાણીપ ગયા હતા. બીજા દિવસે સવારે તેમની ઓફીસના કર્મચારી સે-૧૯માં ઘરે આવ્યા ત્યારે મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો અને તપાસ કરતાં પાછળનો દરવાજો ખુલ્લો હોવાનું તેમજ ચોરી થયાનું જણાયું હતું. જેથી તેણે તુરંત ભરતભાઈને જાણ કરતાં તેઓ ગાંધીનગર આવ્યા હતા અને તપાસ કરતાં મકાનમાંથી સોનાની ચેઈન, એલઈડી ટીવી તેમજ દસ જોડી કપડાં મળી .૧ર લાખની મત્તા ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. તસ્કરોએ મકાનનો માલસામાન વેરવિખેર કરી દીધો હતો. બારીની ગ્રીલ તોડીને મકાનમાં પ્રવેશ્યા હોવાનું જણાયું હતું. એટલું નહીં ઘરની બાજુમાં આવેલા મકાન નં.ર૮૬/૧માં નેશનલ ફાઉન્ડેશન નામની સંસ્થામાં પણ તસ્કરોએ હાથ સાફ કર્યો હોવાનું બહાર આવ્યું છે. હાલ તો અંગે સે-ર૧ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી

(5:29 pm IST)