ગુજરાત
News of Thursday, 10th September 2020

સાબરકાંઠા જિલ્લામાં વિજયનાગરથી અમદાવાદ જતી એસટી બસમાં દારૂ લઈને જતા બે રાજસ્થાની શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

સાબરકાંઠા: જિલ્લામાં વિજયનગરથી અમદાવાદ જતી એસટી બસમાં વિદેશી દારૂ લઇ અમદાવાદ જતા રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા હતા.  બન્ને પ્રવાસી બસની છેલ્લી સીટમાં બેઠેલા હતા અને એમની સાથેના બબ્બે થેલાઓમાં ભરેલી દારૂની રૂ. ૨૫૨૦૦ની કિંમતનો ૩૫ બોટલો શરાબ પોલીસે કબજે કરી રાજસ્થાનના બન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને બન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને બન્ને વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ. ચૌહાણ ચિઠોડા પોલીસ મથકના .એસ.આઇ.  ઈશ્વરભાઇઅન્ય માણસો સાથે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમી અનુસંધાને પાલ ચેક પોસ્ટ પાસે વોચ રાખી ઊભા હતા તે દરમિયાન વિજયનગરથી અમદાવાદ જતી એસ.ટી. બસ આવતા ઊભી રખાવી હતી અને બસમાં ચડી જઇને પાછલી સીટમાં બેઠેલા બે ઈસમોના થેલા ચેક કરતા બન્નેના બબ્બે મળી ચાર થેલાઓમાંથી રૂ. ૨૫૨૦૦ની કિંમતનો કુલ ૩૫ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવતા બન્ને પ્રવાસીઓને પકડી લઇ તેમની વિરૂધ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(5:29 pm IST)