ગુજરાત
News of Thursday, 10th September 2020

અંકલેશ્વરના ઉનાવાના યુવકને દુલહન્ના સપના બતાવી ઠગ ટોળકીએ લગ્નની લાલચ આપી 93 હજારની રકમ સેરવી લેતા ગુનો દાખલ

અંકલેશ્વર: શહેરના ઉનાવાના લગ્ન વાંચ્છુક યુવકને દુલ્હનના સપના બતાવી કથીત મા-દિકરી-મામાની ટોળકીએ લગ્નની લાલચ આપીને લગ્ન પેટે અવાર નવાર નામાંની માંગણી કરી કુલ ૯૩૦૦૦ની રકમ મેળવ્યા બાદ લગ્ન નહી કરી છેતરપિંડી કરનાર ત્રણ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ ઉનાવા પોલીસે કર્યો છે.

ઉનાવાના લગ્નવાંચ્છુક ૩૧ વર્ષીય કલ્પેશ ત્રિભોવનભાઈ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે બે માસ અગાઉ તેમના પરિચિત અમદાવાદના અમિત પરમારે વોટ્સઅપ ઉપર એક છોકરીનો ફોટો મુકી લગ્ન માટે કહેતાં છોકરી પસંદ પડતાં વાત આગળ વધારવા માટે ભરૃચના અંકલેશ્વર પાસે અંદાડા ગામે જઈ ફોટાવાળીછોકરી પ્રતિક્ષા નિકુંજકુમાર પટેલ તથા તેના વાલીઓ પટેલ વિપુલભાઈ વિઠ્ઠલભાઈ તથા ભારતીબેન નિકુંજકુમાર અને એક ભાઈ સહિત ચાર વ્યક્તિઓને મળીને લગ્ન માટે નક્કી કર્યું હતું. ત્યારબાદ ઉપરોક્ત યુવતિ તથા તેના વાલીઓ ઉના ખાતે યુવકના ઘરે આવીને લગ્નનું પાકુ કરી તા.--૨૦૨૦ નક્કી કરવામાં આવી હતી. લગ્નપેટે શરૃઆતમાં પ્રથમ તબક્કે રૃ.૬૦,૦૦૦ રોકડા છોકરી પક્ષવાળાને આપેલ હતા. ત્યારબાદ બે વાર અવારનવાર રૃપિયાની માંગણી કરતાં રૃ.૩૩૦૦૦ની રકમ આંગડીયા મારફતે મોકલાવી હતી. લગ્ન તારીખ અગાઉ કન્યાપક્ષ તરફથી કોઈ સગાનું મોત થયું હોવાનું જણાવતાં યુવક તથા પરિવારજનો કન્યાપક્ષના ઘરે જતાં ત્યાં ઉપરોક્ત યુવતિને જોવા અન્ય કોઈ પાર્ટી આવી હોવાનું ખુલતાં સમગ્ર મામલે છેતરામણી થઈ હોવાનો અહેસાસ થતાં કન્યાપક્ષ સાથે ચોખવટ કરતાં કન્યા પક્ષવાળાએ લગ્નની ના પાડતાં યુવકે મામલે ફરિયાદ આપતાં પોલીસે નિકુંજ કાશીરામ પટેલ (રહે.સખલપુર, તા.વડનગર), ભાવનાબેન કનુભાઈ પંચાલ તથા પ્રતિક્ષા નિકુજભાઈ પટેલ (બંને રહે.કસિયા, તા.અંકલેશ્વર) વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ પટેલ ચલાવી રહ્યા છે.

(5:30 pm IST)