ગુજરાત
News of Thursday, 10th September 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે રેકોર્ડબ્રેક 1415 દર્દીઓ સ્વસ્થ થયા : નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 15 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3167 થયો : કુલ કેસની સંખ્યા 10.9627 થઇ : 90230 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 278 કેસ, અમદાવાદમાં 167 કેસ, રાજકોટમાં 150 કેસ, વડોદરામાં 124 કેસ, જામનગરમાં 105 કેસ ભાવનગરમાં 64 કેસ,પાટણ, અમરેલી અને પંચમહાલમાં 30-30 કેસ , મોરબીમાં 27 કેસ નોંધાયા : રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના કહેર વચ્ચે સ્વસ્થ થનારની સંખ્યામાં નોંધપાત્ર સુધારો થયો છે આજે રેકોર્ડબ્રેક 1415 દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા છે રાજ્યમાં નવા કેસમાં રોજ બરોજ વધારો થઇ રહયો છે  આજે વધુ 15 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3167 થયો છે આજે નોંધાયેલ 1332 પોઝિટિવ કેસ સાથે કુલ કેસની સંખ્યા 109627 થઇ છે જયારે કુલ 90230  લોકોએ કોરોનાને હરાવ્યો છે

અલબત્ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવરહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

 રાજ્યમાં હાલમાં 16230 એક્ટિવ કેસ છે જેમાંથી 16139 સ્ટેબલ છે જયારે 91 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

    રાજ્યમાં આજે નોંધાયેલ 1332 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 278 કેસ, અમદાવાદમાં 167 કેસ, રાજકોટમાં 150 કેસ, વડોદરામાં 124 કેસ, જામનગરમાં 105 કેસ ભાવનગરમાં 64 કેસ,પાટણ, અમરેલી અને પંચમહાલમાં 30-30 કેસ , મોરબીમાં 27 કેસ નોંધાયા છે

(7:42 pm IST)