ગુજરાત
News of Thursday, 10th September 2020

અમદાવાદમાં ૨૮ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે : રોજ નવા વિસ્તારોમાં કોરોના પ્રસરતા તંત્રની ચિંતામાં ભારે વધારો થયો, જોકે સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો

અમદાવાદ, તા. ૧૦ : રાજ્યભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે એક સમયના એપિસેન્ટર અમદાવાદમાં પણ હવે કોરોના વાયરસે ફરી માથું ઉંચક્યું છે. એક તરફ સત્તાધીશો સ્થિતિ અંકુશમાં હોવાના દાવા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ કેસો વધતા શહેરમાં નવા ૨૮ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા છે. ચિંતાની વાત છે કે હવે નવા-નવા વિસ્તારોમાં કેસો સામે આવી રહ્યા છે ત્યારે વાયરસ ફરી ઉથલો મારી રહ્યો છે કે કેમ તે સવાલ નાગરિકોને મૂંઝવી રહ્યો છે.

અમદાવાદમાં અત્યારસુધી કોરોનાના કુલ ૩૦,૯૦૬ કેસો નોંધાયા છે. જો કે કોર્પોરેશનનો દાવો છે કે હાલ માત્ર ૩૫૭૪ કેસ એક્ટિવ છે. બીજી તરફ જે રીતે શહેરના છૂટાછવાયા વિસ્તારોમાં જે રીતે કેસ વધી રહ્યા છે, તેને જોતા તંત્ર દ્વારા જાહેર કરાતા આંકડાને લઈને નાગરિકોમાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. અમદાવાદના બોપલ, ઘુમા, આંબલી, જોધપુર, ગોતા,

ઝોન પ્રમાણે કેસની સંખ્યા

પૂર્વ

૫૨૧

મધ્ય

૩૩૧

ઉત્તર

૩૪૧

દક્ષિણ

૫૩૫

પશ્ચિમ

૬૧૫

. પશ્ચિમ

૬૩૨

. પશ્ચિમ

૫૯૯

કુલ

૩૫૭૪

કુબેરનગર, નરોડા, વટવા, ભાઈપુરા જેવા વિસ્તારોમાં કોરોનાના કેસોનો અચાનક રાફડો ફાટતા રોજેરોજ અલગ-અલગ રહેણાંક વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટમાં મંગળવારે ચાર કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર કેમ્પસમાં સઘન ટેસ્ટિંગ હાથ ધરાતા વધુ ૧૭ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બે દિવસમાં ૨૫૦ કર્મચારીઓના ટેસ્ટ કરાયા છે, જેમાં કુલ ૨૧ કર્મચારીઓ પોઝિટિવ આવતા કોર્ટને ૧૫મી સુધી બંધ કરી દેવાઈ છે. હાલ વિડીયો કોન્ફરન્સથી કોર્ટની સુનાવણી થઈ રહી છે, અને મહિના બાદ ૧૪મીથી ચાર-પાંચ કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરવાની તૈયારી વચ્ચે ૨૧ કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા ૧૫મી સુધી કોર્ટ બંધ રહેશે.

નવા જાહેર કરાયેલા ૨૮ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન

*          ખેડૂતોની આવક બે ગણી કરવાનું લક્ષ્ય

*          પૂર્વ ઝોનઃ મંગલતીર્થ સોસાયટીના કેટલાક મકન, ગોરનો કૂવો, ભાઈપુરા

*          પશ્ચિમ ઝોનઃ શ્રાવકનગર ફ્લેટ, ઉસ્માનપુરા, સ્ટેડિયમ

*          દક્ષિણ પશ્ચિમઃ સ્મરણ અપાર્ટમેન્ટના જી બ્લોકનો ચોથો માળ, વેજલુપર ? રિદ્ધિ ટાવરનો બી બ્લોક, જોધપુર ગામ ? સારથી એવન્યૂનો સી બ્લોક, જોધપુર ? ઈસ્કોન પ્લેટિનિયમનો ક્યુ બ્લોક, બોપલ ? ગાલા આરિયાનો ડી બ્લોક, સાઉથ બોપલ

*          મધ્ય ઝોનઃ આનંદ લક્ષ્મી ફ્લેટનો ડી બ્લોક, શાહીબાગ ? કિરણ અપાર્ટમેન્ટના -સી બ્લોક, શાહીબાગ

*          ઉત્તર ઝોનઃ ગોલ્ડન હાઈટ્સ, નરોડા ? શીલ રેસિડન્સી-, કુબેરનગર ? સાંઈકૃપા અપાર્ટમેન્ટ, કુબેરનગર ? જાનકી હાઈટ્સનો બ્લોક, ઠક્કરનગર ? ઈન્દ્રજીત-સી-પનાં અમુક મકાન, ઠક્કરનગર ? તુલસી રેસિડન્સીનો બ્લોક, નરોડા ? યમુનાનગરના કેટલાક મકાન, નરોડા ?

*          દક્ષિણ ઝોનઃ સુરમ્ય અપાર્ટમેન્ટનો ડી બ્લોક, વટવા ? શીવમ પાર્કના કેટલાક મકાન, વટવા ? સિદ્ધેશ્વરી પાર્કના કેટલાક મકાન, વટવા ? ધનેશપાર્ક સોસાયટી, દાણીલીમડા

(7:47 pm IST)