ગુજરાત
News of Thursday, 10th September 2020

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, ગાંધીધામ અને ઓખાથી ત્રણ સ્પેશિયલ ટ્રેન ઓડિશા સુધી દોડશે

બુકિંગ રેલવેના ટિકિટ કાઉન્ટર અને રેલવેની વેબસાઇટ IRCTC પર શરૂ

અમદાવાદઃ પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ, ગાંધીધામ અને ઓખાથી ઓરિસ્સા સુધી ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 3 વિશેષ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ, ઓખા અને ગાંધીધામથી ખોર્ધા રોડ (ઓડિશા) સુધી વિશેષ ટ્રેન દોડશે. જે સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે. જેનુંં બુકિંગ રેલવેના ટિકિટ કાઉન્ટર અને રેલવેની વેબસાઇટ IRCTC પર 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ટ્રેન નંબર 02843/02844, અમદાવાદ- ખોર્ધા રોડ, સુપર ફાસ્ટ એક્સપ્રેસ
આ ટ્રેન 14 સપ્ટેમ્બરથી અઠવાડિયામાં ચાર દિવસ સોમ, ગુરુ, શનિ અને રવિવારે અમદાવાદથી સાંજે 06:40 કલાકે ઊપડશે. જે ત્રીજા દિવસે સવારે 07: 45 કલાકે ખોર્ધા રોડ પહોંચશે. આ ટ્રેન 12 સપ્ટેમ્બરે ઓરિસ્સાથી શરૂ થશે જે અઠવાડિયાના ચાર દિવસ મંગળ, ગુરુ, શુક્ર અને શનિવારના રોજ રાત્રે 08:40 કલાકે ઉપડીને અને ત્રીજા દિવસે સવારે 07:25 કલાકે અમદાવાદ પહોંચશે.
        પોતાના માર્ગમાં બન્ને તરફ આ ટ્રેન આણંદ, વડોદરા જંક્શન, ભરૂચ જંક્શન, સુરત, નંદુરબાર, જલગાવ, ભુસાવલ, મલકાપુરા, નંદુરા, અકોલા જંકશન, બંડનેરા જંકશન, નાગપુર જંકશન, ભંડારા રોડ, ગોંદીયા જંક્શન, ડોંગર ગઢ, રાજનંદ ગાવ, રાયપુર, મહાસુમંદ, બગબહરા, ખરીયાર રોડ, કાંટાબાજી, ટીટલાગઢ, કેસિંગા, રાયગડા ,વિજયનગરમ, કાકુલમ રોડ બહેરામપુરા સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં AC 2 ટીયર, AC 3 ટીયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ ક્લાસ સિટીંગ રિઝર્વ કોચ રહેશે.

(8:39 pm IST)