ગુજરાત
News of Thursday, 10th September 2020

ભિલોડાના રીંટોડા નજીક હીટ એન્ડ રન: બાઈક ચાલકનું કરૂણમોત : કાર મૂકીને ચાલાક ફરાર

રીંટોડા નજીક કિશનગઢ ગામના આશાસ્પદ યુવકનું : લોકોમાં આક્રોશ

અરવલ્લી જીલ્લાના ભિલોડાના રીંટોડા ગામની સીમમાં હીટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી જેમાં બાઈકનો કડૂચાલો વળી ગયો હતો બાઈક ચાલક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બાઈક પાછળ બેઠેલ યુવકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો રીંટોડા નજીક કિશનગઢ ગામના આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત નીપજતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અકસ્માતના પગલે દોડી આવેલ ભિલોડા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અકસ્માત સર્જી કાર ચાલક અંધારાનો લાભ લઈ કાર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતના પગલે આજુબાજુથી લોકો અને પસાર થતા વાહનચાલકોએ બંને ઈજાગ્રસ્ત યુવકોંને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા જેમાં બાઈક ચાલક કિરણ કોટવાળનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું ભિલોડા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

(8:46 pm IST)