ગુજરાત
News of Thursday, 10th September 2020

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી : કોવીડ ગાઈડલાઇનનું પાલન નહિ કરતા કતાર એરલાઈન્સને લાખનો દંડ ફટકારાયો

ઓફિસમાં મર્મચારીઓ માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ વિના કામ કરતા 1 લાખનો દંડ ફટકારાયો

અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકાએ કોવીડ ગાઈડલાઇનનું પાલન નહિ કરવા બદલ કતાર એરલાઈન્સને એક લાખનો દંડ ફટકાર્યો છે

આ અંગે મળતી વિગત મુજબ મનપાના પશ્ચિમ ઝોનના સોલિડ વેસ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઇસ્કોન અલીગન્સ સરખેજ ગાંધીનગર હાઇવે જોધપુર વોર્ડ ખાતે આવેલ કતાર એરલાઈન્સની ઓફિસ ખાતે દક્ષિણ પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ દ્વારા કોવીડ ગાઈડલાઇન્સનું પાલન નહિ કરતા  તેની તપાસ કરતા ઓફિસમાં કર્મચારીઓ માસ્ક વગર અને સોશ્યલ ડિસ્ટન્સ વિના કામ કરતા નજરે પડ્યા હતા આ બાબતે  કતાર એરલાઈન્સને એક લાખનો દંડ ફટકાર્યો છે

(11:13 pm IST)