ગુજરાત
News of Monday, 11th January 2021

મોજી ગામમાં પત્નીએ દારૂ પીવા માટે પૈસા ન આપતા પતિએ ઝેરી દવા પીતા સારવાર દરમિયાન મોત

ઘરમાં મુકેલ તુવેરમાં છાંટવાની ઝેરી દવા પોતાની જાતે પી જતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના મોજી ગામની નવીનગરીમાં રહેતા કેના બેન શકીલાલભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ શકીલાલ ભાઇ કાલીદાસભાઇ વસાવ(ઉં.વ.45) એ ઘરે આવી પત્ની પાસે દારૂ પીવાના પૈસાની માંગણી કરતા પૈસા માટે બોલાચલી થતા મનમાં લાગી આવતા પોતાના ઘરમાં મુકેલ તુવેરમાં છાંટવાની ઝેરી દવા પોતાની જાતે પી જતા સારવાર માટે રાજપીપળા સીવીલ હોસ્પીટલ ખાતે લઈ આવતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.જેથી રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(10:30 pm IST)