ગુજરાત
News of Monday, 11th January 2021

રાજ્યમાં ઠંડી ઘટતા પતંગ રસિયાઓને રાહત પરંતુ માવઠું મજા બગાડી શકે છે

આગામી બે-ત્રણ દિવસમાં ઠંડી વધવાની અને કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન ખાતાએ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે -ત્રણ દિવસમાં જ ઠંડીમાં વધારો થવાની અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.સપ્તાહ પહેલાં થયેલા ઠંડીમાં વધારામાં રવિવારથી ઘટાડો નોંધાયો. તેથી પતંગ રસિયાઓને રાહત થઇ હશે. પરંતુ માવઠું મજા બગાડી શકે છે

રાજ્યમાં ઠંડીમાં રાહત થઇ. માત્ર નલિયા સિવાય રાજ્યના 22 જિલ્લામાં ઠંડીનો પારો 10 ડિગ્રી ઉપર નોંધાયો. ગુજરતીઓમાં પ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો ઊંચકાતા સહેલાણીઓએ નકી લેકમાં બોટિંગની મજા માણી હતા. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ તાપમાન દિવસે 21 ડિગ્રી નોંધાયું હતું.

આજે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન એકમાત્ર નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાયના 22 શહેરોમાં 10 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.3 અને ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

(1:32 pm IST)