ગુજરાત
News of Monday, 11th January 2021

શું કોરોનાની જેમ બર્ડફલુ પણ ચીનની મહેરબાની ? રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ

રાજ્યનાં અધિકારીઓ સાથે હેલ્થ સેક્રેટરી જયંતિ રવિની વિડીયો કોન્ફરન્સ

રાજકોટ,તા. ૧૧: શું કોરોનાની જેમ બર્ડફલુ પણ ચીનની મહેરબાની ? તે અંગે તપાસ કરવા રાજ્યના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે. તમામ જિલ્લાના માઇગ્રેટરી બર્ડઝ અને પોલ્ટ્રી બર્ડઝના સેમ્પલ લઇને ભોપાલ લેબમાં ચકાસણી માટે મોકલવા આદેશ આપ્યો છે.

પક્ષીઓમાંથી આ ફલુ માનવ જાતમાં ના ફેલાયએ માટે રાજ્યના તમામ ડીડીઓ, કમિશ્નર અને સીડીએચઓ સાથે હેલ્થ સેક્રેટરી જયંતિ રવિએ વિડીયો કોન્ફરન્સ યોજી હતી.

તમામ જીલ્લામાંથી જે જીવિત પક્ષીઓ છે તેના સેમ્પલ ભોપાલ લેબમાં ચકાસણી માટે મોકલવા કહેવાયું છે. ખાસ કરીને માઇગ્રેટરી બર્ડઝ એટલે કે અન્ય દેશ કે રાજ્યમાંથી આવેલા પક્ષીઓના સેમ્પલ તેમજ પોલટ્રી બર્ડઝના પણ સેમ્પલ લઇને લેબમાં ચકાસણી માટે મોકલવવાનું શરૂ કરાયું છે.

(4:45 pm IST)