ગુજરાત
News of Monday, 11th January 2021

સુરતના ઉઘના વિસ્તારમાં યુપીવાસી યુવાનને પોલીસે બોગસ ગન લાયસન્સ સાથે ઝડપી પાડ્યો

સુરત: શહેરના ઉધના દરવાજા સ્થિત સુમન દેસાઇની વાડીમાં દરોડા પાડી ભાડાની રૂમમાં રહેતા યુપીવાસીને બિહારના બોગસ ગન લાયસન્સની મદદથી ખરીદેલી રાયફલ અને 6 નંગ જીવતા કાર્ટીઝ સાથે એસઓજીએ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

એસઓજીએ બાતમીના આધારે ઉધના દરવાજા સ્થિત સુમન દેસાઇની વાડી રૂમ નં. 202માં દરોડા પાડયા હતા. જયાંથી રાજેશ શિવનંદન બિન્દ્રા (ઉ. વ. 38 મૂળ રહે. સહેણી, થાના. નંદગંજ, જિ. ગાજીપુર, યુ.પી) ને ઝડપી પાડયો હતો. 

નૈતિક સિક્યુરીટી એજન્સીમાં નોકરી કરતો અને હાલમાં અડાજણ ખાતે ધી વરાછા કો. ઓ. બેંકમાં ગાર્ડ તરીકે નેકરી કરતા રાજેશે વર્ષ 2004માં પ. બંગાળના રહેવાસી મેવારામ રામને 10 હજાર રૂપિયા આપી બોગસ ગન લાયસન્સ બનાવ્યું હતું. 

આ લાયસન્સની મદદથી કલકત્તાની ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી સિંગલ બેરેલ 12 બોરની ગન અને અલગ-અલગ ઠેકાણેથી કાર્ટીઝ ખરીદયાની કબૂલાત કરી હતી. પોલીસે રાજેશ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:12 pm IST)