ગુજરાત
News of Monday, 11th January 2021

સુરતના વેડ રોડ નજીક બે પતંગની દુકાનમાં દરોડા પડી માંજા માટે ઉપયોગમાં લેવઠો કાચનો ભુક્કો કબ્જે કરવામાં આવ્યો

સુરત:વેડ રોડ નાની બહુચરાજી ખાતે બે દુકાનમાં દરોડા પાડી પતંગની દોરી માંજવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચનો ભુક્કો કબ્જે લઇ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરાયણ તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે અને બીજી તરફ પતંગની મજા માણવા માટે ઠેરઠેર દોરી માંજવાના સ્ટોલ જોવા મળી રહ્યા છે. દોરી માંજવા માટે ઉપયોગમાં લેવામાં આવતો કાચનો ભુક્કો અને સિન્થેટીક ચાઇનીઝ દોરી તથા ચાઇનીઝ દોરી જીવલેણ હોવાથી તેની ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ તેમ છતા કેટલાક સ્ટોલ ધારકો તેનું વેચાણ કરી રહ્યા છે. જે અંતર્ગત ચોકબજાર પોલીસે વેડ રોડ સ્થિત નાની બહુચરાજી ખાતે રાજ પતંગ ભંડાર અને ન્યુ વિશાલ પેન્ટ નામની દુકાનમાં દરોડા પાડી બંને દુકાનમાંથી 200 ગ્રામ જેટલો કાચનો ભુક્કો કબ્જે લીધો છે. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી રાજ પતંગ ભંડારના ધર્મેશ પરસોત્તમ દેવગણીયા (ઉ.વ. 32 રહે. શંકર પાર્વતી સોસાયટી, કારગીલ ચોક, પુણા) અને ન્યુ વિશાલ પેન્ટના રમેશ બચુ રાઠોડ (ઉ.વ. 39 રહે. નાની બહુચરાજી મંદિરમાં, વેડ રોડ) ની ધરપકડ કરી હતી.

(5:13 pm IST)