ગુજરાત
News of Monday, 11th January 2021

ગાંધીનગર નજીક ચંદ્રાલા પોલીસે કારમાંથી 65 બોટલ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડ્યા

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે રાજસ્થાન પાર્સીંગની કાર ઝડપી લીધી હતી અને તેમાંથી દેશી વિદેશી દારૃની ૬પ બોટલો સાથે રાજસ્થાન ઝુનઝુનના બે શખ્સોને ઝડપી લઈ ૩.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તો દારૃ મંગાવનાર શખ્સ સામે પણ ગુનો નોંધી તપાસ શરૃ કરવામાં આવી છે.    

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી દારૃના વાહનો પકડી રહી છે. ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતી આરજે-૧૮-ટીએ-૨૬૭૧ નંબરની કારને ઉભી રાખી હતી અને આ કારમાં તપાસ કરતાં વિદેશી દારૃની પ૩ અને દેશી દારૃની ૧ર બોટલ મળી આવી હતી. કારના ચાલક દુષ્યંતકુમાર શેરસીંગ જાટ અને તેની બાજુમાં બેઠેલા વિજેન્દ્રકુમાર મુલચંદ શર્મા બન્ને રહે.કીડવાની ઝુનઝુન રાજસ્થાનને ઝડપી પાડયા હતા. જેમની પુછપરછમાં બહાર આવ્યું હતું કે આ દારૃનો જથ્થો નાના ચિલોડા ખાતે સંદીપ રામનીવાસ પંડિતને આપવાનો હતો. જેથી પોલીસે આ બન્ને આરોપીઓને સાથે રાખી સંદીપને ઝડપી લીધો હતો. અને તેની સામે પણ પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી કાર અને દારૃ મળી ૩.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(5:13 pm IST)