ગુજરાત
News of Monday, 11th January 2021

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે બારડોલી બારીયાના ખોડિયા વિસ્તારમાં દરોડા પાડતા જુગારીઓમાં દોડધામ મચી જવા પામી

ગાંધીનગર:જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં જુગારની બદી વધી છે ત્યારે પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી જુગારના ઠેકાણાઓ ઉપર દરોડા પાડવામાં આવી રહયા છે ત્યારે દહેગામ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે બારડોલી બારીયા ગામે ખોડીયા વિસ્તારમાં આવેલા ઘરો પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને પાંચ જુગારી ખેતરોમાં ભાગી જવામાં સફળ રહયા હતા. પોલીસે સ્થળ ઉપરથી બારડોલી બારીયાના વજાજી મોહનજી ચૌહાણ અને અજીતસિંહ પ્રભાતસિંહ ચૌહાણને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૧૩૮૦ રૃપિયાનો રોકડ કબ્જે કરવામાં આવી હતી. જયારે ભાગેલા જુગારીઓ સંદર્ભે પુછપરછ કરતાં તે બારડોલી બારીયાના બદાજી પુનાજી ચૌહાણરણજીતજી સોમાજી ચૌહાણચંદુજી રાવજીજી ચૌહાણજગાજી સુરસંગજી ચૌહાણ અને પ્રહલાદજી બેચરજી ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ તમામ સામે જુગારધારા તેમજ સોશ્યલ ડીસ્ટેન્સીંગ ભંગ અને માસ્ક નહીં પહેરવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:14 pm IST)