ગુજરાત
News of Monday, 11th January 2021

વિજયનગર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી જાહેરનામાનો ભંગ કરનાર 60થી વધુ લોકો પાસેથી દંડ વસુલ્યો

સાબરકાંઠા:જિલ્લામાં હાલ ચાલતા કોરોના મહામારીને લઈ જિલ્લા મેજિસ્ટ્ર્ટનું જાહેરનામું અમલમાં હોઈ વિજયનગર તાલુકામાં ચિઠોડા અને વિજયનગર પોલિસ દ્વારા તાલુકાના શહેરોગ્રામ્ય વિસ્તારોહાઈવે રોડ સહિત જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ દરમિયાન છેલ્લા ૫ દિવસમાં બાઈકરીક્ષાજીપ ઉપરાંત ટોળાં બનીને ઉભા રહેતા લોકો સહિતના ૬૦થી વધુ જાહેરનામા ભંગના ગુનો નોંધી કોરોના મહામારી સમયમાં લોકોને ગાઈડલાઈનનું પાલન કરાવવા પણ જનજાગૃતિ દાખવવા પ્રયાસો કરાઈ રહ્યા છે.

ચિઠોડા પો.મથકના પો.સ.ઈ. એમ.એચ. પરાડીયાએ પોતાના પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં કોરોના વાયરસને લઈ જિલ્લા મેજિસ્ટ્રેસના જાહેરનામા અમલીકરણ અનુસંધાને પાંચ દિવસમાં ૨૦ જેટલા જાહેરનામા ભંગના કેસ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતાં માસ્ક નહિ પહેરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા અને ટ્રિપલ સવારી કરતા બાઈક ચાલકોનિયત કરેલા વધુ પેસેન્જરો બેસાડનાર રીક્ષાજીપછકડો ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(5:16 pm IST)