ગુજરાત
News of Monday, 11th January 2021

દેડીયાપાડા પોસ્ટ ઓફીસ ફળીયામાંથી રૂ.૧૬,૯૬૦ નો ઇગ્લીશ દારૂ ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) નર્મદા પોલીસ વડા હિંમકરસિંહએ સમગ્ર નર્મદા જિલ્લામાં પ્રોહી-જુગારની ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે આધારે રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન ના માર્ગદર્શન પી.પી.ચૌધરી સર્કલ પો.ઇન્સ.દે.પાડાના સુપરવીઝન હેઠળ આજરોજ પો.સ.ઇ.એ.આર.ડામોર તથા પો.સ.ઇ.આઇ.આર.દેસાઇ તથા સ્ટાફના માણસો રેઇડમાં નીકળેલા ત્યારે બાતમી દારથી બાતમી મળેલ કે , દેડીયાપાડા પોસ્ટ ઓફીસ પાસે રહેતો યોગેશભાઇ નરસિંહભાઇ વસાવાનો તેના ઘરે  ઇગ્લીશ દારૂ રાખી દારૂનુ ગે.કા.વેચાણ કરે છે તેવી બાતમી મળતા ત્યાં રેઇડ કરતા યોગેશભાઇ નરસિંહભાઇ વસાવાના ઘરમાંથી કુલ રૂ.૧૬૯૬૦નો પ્રોહી.મુદામાલ સાથે યોગેશ નરસિંહભાઇ વસાવાને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:31 pm IST)