ગુજરાત
News of Monday, 11th January 2021

ડેડીયાપાડા તાલુકાના નીચલી માથાસર જવાનો માર્ગ ખખડધજ હોવાથી એમ્બ્યુલન્સ જેવા વાહનો જવા મુશ્કેલ

જીપ સહિતના નાના વાહનો પણ જો મુસાફરો બેસાડ્યા હોય તો ઢાળ પર પલ્ટી જવાનો ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડા તાલુકાના નીચલી માથાસર મોસ્કી ફળિયાનો ખખડધજ માર્ગ છેલ્લા 15 વર્ષથી બન્યો ન હોવાથી ફોર વ્હીલ વાહનોને પણ  2 કિલોમીટરના અંતરમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.જેમાં ખાસ કરીને ઇમરજન્સીમાં ગામમાં આવતી એમ્બ્યુલન્સ કે દરરોજ મુસાફરો સાથે આવતા ખાનગી વાહનોને પણ ઢાળ ચઢવવો ભારે પડે છે જેમાં વારંવાર ઢાળ ઉપર વાહન પલટી ખાવાનો ભય રહેલો હોવાથી મુસાફરો કે સામાન ખાલી કરી ધક્કા મારી ઢાળ ચઢાવવો પડે છે છતાં સરકાર કે સ્થાનિક તંત્ર ગ્રામજનોની વર્ષોની આ ફરિયાદ ધ્યાને ન લેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આસપાસના ગ્રામજનો ના જણાવ્યા મુજબ માથાસર ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અન્ય વિકાસ કામો થતા હોય તો આ તરફનો માર્ગ કેમ ગ્રામપંચાયત 15 વર્ષ થી ધ્યાન પર લેતું નથી.જ્યારે ગામના સરપંચ સોમાભાઈ આ બાબતે ગ્રામજનો ને આ વર્ષે માર્ગ બનશે તેવા આશ્વાસન આપે છે પરંતુ વિકાસ ના નામે આ તરફ કોઈ નક્કર કમગીરી ન થતા ગ્રામજનો માં રોષ જોવા મળી રહ્યો છે.

(11:53 pm IST)