ગુજરાત
News of Tuesday, 11th January 2022

ગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા નો કાલે બપોરે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પદગ્રહણ સમારોહ

યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બીવી શ્રીનિવાસ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્મા, કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા સહિતના ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.૧૧ ગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા નો કાલે તા.૧૨/૧/૨૦૨૨ ના રોજ બપોર ૧:-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે.

      પદગ્રહણ સમારોહના મુખ્ય મહેમાન યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બીવી શ્રીનિવાસ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુભાઈ શર્મા, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઈ મોઢવાડીયા, સિદ્ધાર્થભાઇ પટેલ, અમિતભાઇ ચાવડા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ સોશિયલ મીડિયા ના પ્રમુખ રોહન ગુપ્તા હાજર રહેશે.

     સમારોહમાં ખાસ મહેમાન માં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મુંબઈ યુવક કોંગ્રેસના પ્રમુખો હાજર રહેશે.

        છેલ્લા દસ વર્ષ સુધી યુવક કોંગ્રેસને મજબૂત કરનાર પૂર્વ પ્રમુખ મિહિરભાઈ શાહ, ઇન્દ્રવિજયસિંહ ગોહીલ, માનસિંહ ભાઈ ડોડીયા અને ગુલાબસિંહ રાજપુતનું સન્માન યુવક કોંગ્રેસની નવનિયુક્ત ટીમ કરશે.તેમ ગુજરાત  યુવક કોંગ્રેસ દ્વારા જણાવાયું છે.

(4:57 pm IST)