ગુજરાત
News of Friday, 11th June 2021

પ્રદીપસિંહ પર વાદલડી વરસી, શુભેચ્છાના સરોવર છલી વળ્યા

રાજકોટ તા.૧૧: ગુજરાત સરકારમાં ગૃહ, કાયદો, પ્રોટોકોલ, દેવસ્થાન, પોલીસ હાઉસીંગ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન જેલ વગેરે વિભાગોનો હવાલો સંભાળતા રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા પર આજે જન્મદિનની શુભેચ્છાના વાદળો વરસી રહ્યા છે. તેઓ અમદાવાદના વટવા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અગાઉ યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ, અમદાવાદના કોર્પોરેટર, જી. એન. એફ. સી.ના ચેરમેન વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે તેમણે આજે યશસ્વી જીવનના ૬૦ માં વર્ષના પંથે પ્રયાણ કર્યુ છે. (જન્મ તા.૧૧ જુન ૧૯૬ર)

ફોન નં.૦૭૯-ર૩રપ૦ર૬૬

મો. ૯૮ર૪૧ ૦૦૯ર૦ ગાંધીનગર

(11:46 am IST)