ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત પ્રભારી ભૂપેન્દ્રજી યાદવઃ કમલમ - ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વાગત કર્યુ
રાજકોટ, તા. ૧૧ : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવનું કમલમ - ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે સ્વાગત કર્યુ હતું. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કમલમ ખાતે ભાજપ કોર કમિટી બેઠક યોજાઇ હતી. કોર કમિટિની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ અગ્રણી શ્રી સુરેન્દ્ર કાકા, ભાજપ પ્રદેશ મહામંત્રી સર્વશ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાત મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી આર.સી.ફળદુ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.