ગુજરાત
News of Friday, 11th June 2021

માલપુર ચાર રસ્તા નજીક ખુલ્લી ગટરમાં ટ્રક્નું ટાયર ફસાઈ જતા દુર્ઘટના બનતા રહી ગઈ

મોડાસા:શામળાજી ગોધરા સ્ટેટ હાઈવે રોડ ઉપર આવેલ માલપુર નગરના ચાર રસ્તા ચોકડી પાસે ખુલ્લી ગટરમાં ટ્રકનું ટાયર ફસાઈ ગયું હતું.જેથી ટ્રક રોડ સાઈડમાં નમી ગઈ હતી. સદનસીબે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. આમ રસ્તા ઉપર મસમોટી ખુલ્લી ગટરને લઈ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. આ અંગે એલ એન્ડ ટી કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કામ હાથ ન ધરાતાં વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો હતો. સત્વરે ખુલ્લી ગટરનું સમારકામ હાથ ધરાય તેવી માંગ કરાઈ હતી.

માલપુર ચાર રસ્તા પાસે દર ચોમાસામાં ખાડાઓનું સામ્રાજય સર્જાય છે અને ખુલ્લી ગટરો અકસ્માત નોતરે છે. ત્યારે ગુરૂવારના રોજ માલપુર નગરમાંથી પસાર થતી ટ્રક અચાનક ખુલ્લી ગટરમાં ટ્રકનું ટ્રાયર ફસાઈ જતાં ટ્રક રોડ સાઈડમાં નમી પડી હતી. જોકે હાઈવે રોડ ઉપર ટ્રક ખાબકી હોત તો મોટો અકસ્માત નડયો હતો. સદનસીબે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.

આમ ખુલ્લી ગટર અને રોડ ઉપર મસમોટા ખાડાઓને લઈ અકસ્માત સર્જાય છે. જેથી ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા અગાઉ એલ એન્ડ ટી ના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ ખુલ્લી ગટરનું સમારકામ હાથ ન ધરાતાં સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. જેથી સત્વરે ખુલ્લી ગટરનું કામ હાથ ધરાય તેવી માંગ  ઉઠવા પામી હતી.

(6:03 pm IST)