News of Friday, 11th June 2021
નવસારીના સુપા ગામ પાસેની પૂર્ણા નદીમાં યુવકે ઝંપલાવ્યું : સુરત ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતો યુવકનો મૃતદેહ મળ્યો
બે દિવસ પહેલા ઘરેથી કહ્યાં વગર ચાલ્યા ગયો હતો યુવક : બે કલાક નદીમાં શોધ્યા બાદ યુવકનો મૃતદેહ મળ્યો
નવસારી તાલુકાના ગુરુકુલ સુપા પાસે આવેલ પૂર્ણા નદીના પુલ ઉપરથી યુવકે ઝંપલાવ્યું છે જાણવા મળ્યા મુજબ ઝંપલાવનાર યુવક સુરત ખાતે ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતો હતો અને
બે દિવસ પહેલા ઘરેથી કહ્યાં વગર ચાલ્યા ગયો હતો તેમની કાર નવસારી ખાતે આવેલ સુપા ગામના બ્રિજ પાસેથી લાવારીસ હાલતમાં મળતા સુરત ફાયર બ્રિગેડ તપાસ.શરૂ કરી હતી .
બે કલાક નદીમાં શોધ્યા બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો
(8:05 pm IST)