ગુજરાત
News of Thursday, 11th August 2022

મોહસીને આઝમ મિશન દ્વારા મહોરમ નિમિત્તે પોલીસ અધિકારીઓ તથા મહાનુભવોનું સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના મુસ્લિમ સમાજ અને મોહસીને આઝમ મિશનના હોદેદારો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા જિલ્લાનાં પોલીસ અધિકારીઓ અને નાંદોદ ધારાસભ્ય પીડી વસાવા, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામ ભાઈ પટેલ, મહેશભાઈ વસાવા જયંતીભાઈ વસાવા ભારતીબેન તડવી, રથયાત્રાના આયોજક કેતનભાઇ પાઠક સહિતનાઓનું નાગરિક બેંક પાસે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું .

રાજપીપળા મુસ્લિમ આગેવાન અનવર ભાઈ સોલંકી ઉર્ફે સાઠી, રાજપીપળા પાલિકા વોર્ડ નંબર એકના સભ્ય લાલુભાઇ સોલંકી, શાહનવાજ પઠાણ, ઈલુભાઈ બક્ષી, સહિત મુસ્લિમ સમાજ ના આગેવાની હાજર રહ્યા હતા,
આ કાર્યક્રમને આભાર વિધિ જુનેદભાઈ ખત્રી એ કરી હતી

(12:18 am IST)