ગુજરાત
News of Thursday, 11th August 2022

રાજપીપળા જિલ્લા સેવા સદન બિલ્ડિંગમાં પીવાનું પાણી દુગઁધ મારતું આવતા કર્મચારીઓનાં સ્વાસ્થ્ય પર ખતરો

બિલ્ડિંગમાં દરેક માળ પર લાગેલા ફિલ્ટર પ્લાન્ટ ની સમયાંતરે સફાઈ કે બદલાવ ન થતા ગંદુ પાણી આવતું હોવાની વાત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા માં આવેલી કલેકટર કચેરી નાં બિલ્ડિંગમાં લાખોના ખર્ચે આર. ઓ પ્લાન્ટ દરેક ફ્લોર પર લગડવામાં આવ્યો હતો અને ત્યારબાદ અધિકારી દ્વારા ત્યાં આવેલી કચેરીઓમાં એક પરિપત્ર મોકલાયો જેમાં કોઈએ પાણીના જગ મંગાવવા નહિ અને કોઈ મંગાવશે તો તેનું પેમેન્ટ મળશે નહીં સ્વખર્ચે મંગાવી શકાય તેમ જણાવવામાં આવ્યું હતું

જોકે લાખોના ખર્ચે ત્યાં લગાવેલા વોટર ફિલ્ટરની લાગ્યા બાદ ક્યારેય સફાઈ કે ફિલ્ટર નહી બદલાતા હાલમાં ત્યાં દરેક માળ પર બેસતા કર્મચારીઓ ને દુર્ગંધ મારતું ગંદુ પાણી મળી રહ્યું હોય જો આવું દૂષિત દુર્ગંધ મારતું પાણી કોઈ પીવે તો તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે એમ હોવાથી ત્યાં બેસતા કર્મચારીઓ કે અમુક અધિકારીઓ પોતાના ખર્ચે બહારનું પાણી લાવી પીવા મજબૂર બન્યા હોવાનું સૂત્રો માથી જાણવા મળ્યું છે.

આ બાબતે અને આર. ડી.વ્યાસ સાહેબનો રૂબરૂ સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યું કે આ કામગીરી pwd દ્વારા થઈ હોય ત્યાંના અધિકારી આનો જવાબ આપશે ત્યારબાદ અમે pwd નાં એસ. ઓ. રાઠવા સાહેબ સાથે ટેલીફોનીક વાત કરી તો તેમણે જણાવ્યું કે અમે આ માટે ઉપર જાણ કરી છે ત્યાંથી જવાબ આવ્યા બાદ આર. ઓ.પ્લાન્ટ ની સર્વિસ માટે અમે ટેન્ડર બહાર પાડી કામગીરી કરાવીશું.

(12:25 am IST)