ભૂપેન્દ્રભાઈ પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી
રાજકોટ તા.૧૧
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આજે રક્ષા બંધન પર્વ અવસરે સમાજના વિવિધ વર્ગોની બહેનો, બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
આજે રક્ષા બંધનના પવિત્ર અવસરે સવારથીજ મુખ્યમંત્રી નિવાસસ્થાને શ્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષા બંધન કરવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનોનો વિશાળ સમૂહ આવી રહ્યો છે.
આ સૌ બહેનોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમા ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સૌ બહેનોની શુભેચ્છાઓ હર્દય પૂર્વક સ્વીકારી હતી.
રાજ્યમંત્રી શ્રીમતી નિમિષા બહેન સુથાર પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમણે રાખડી બાંધી હતી.