ગુજરાત
News of Thursday, 11th August 2022

વડોદરાના ગોરવા પંચવટી કેનાલ નજીક કાર રીવર્સમાં લેતી વેળાએ કેનાલમાં ઉતરી જતા લોકોએ ભારે જહેમત બાદ કાર ચાલકનો જીવ બચાવ્યો

વડોદરાઃ ગોરવા પંચવટી કેનાલ પાસે આજે બપોરે એક કાર રિવર્સમાં લેતી વખતે કેનાલમાં ઉતરી પડે તેવી સ્થિતિ સર્જાતાં લોકોએ કારચાલકનો જીવ બચાવ્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,પંચવટી કેનાલ પાસે આજે બપોરે બનેલા બનાવની વિગત એવી છે કે,જિગ્નેશ મિત્તલ નામનો કાર ચાલક કાર રિવર્સમાં લેતો હતો ત્યારે તેની કારના પાછલા બે વ્હીલ કેનાલમાં ઉતરી જતાં તેણે માંડ બેલેન્સ જાળવીને કાર બચાવી હતી.

દરમિયાનમાં લોકો ભેગા થઇ ગયા હતા અને કોઇએ ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી.જો કે,ફાયર બ્રિગેડ આવે તે પહેલાં લોકોએ કાર બહાર કાઢી ચાલકને બચાવી લીધો હતો.

(6:35 pm IST)