ગુજરાત
News of Thursday, 11th August 2022

અમદાવાદ સહીત નગરોમાં વિસ્તરતો કોરોના:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 552 નવા કેસ નોંધાયા:વધુ 874 દર્દીઓ સાજા થયા:આજે બે દર્દીઓના મૃત્યુ થયા : કુલ મૃત્યુઆંક 10,983 થયો : કુલ 12.47,846 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 77,677 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 4997 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 552 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 874 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.47.846 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા છે, અમદાવાદ કોર્પોરેશનમાં એક અને જામનગરમાં એક મળીને કુલ બે દર્દીઓના મૃત્યુ થયા છે,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.983 છે, રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા જેટલો છે.

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 77,677 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.93.86,764 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 4997 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 12 દર્દી વેન્ટિલેટર પર છે,અને 4985 દર્દીઓ સ્ટેબલ છે .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 552 કેસમાં અમદાવાદ કોર્પોરેશન 183 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 62 કેસ,રાજકોટ કોર્પોરેશનમાં 55 કેસ, સુરત કોર્પોરેશનમાં 32 કેસ, વડોદરામાં 26 કેસ, સુરતમાં 19 કેસ, કચ્છમાં 18 કેસ, આણંદ અને જામનગર કોર્પોરેશનમાં 13-13 કેસ, મહેસાણા અને નવસારીમાં 11-11 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 10 કેસ, અરવલ્લીમાં 9 કેસ, બનાસકાંઠા , ભરૂચ અને પાટણમાં 8-8 કેસ, ભાવનગર કોર્પોરેશન અને રાજકોટમાં 7-7 કેસ,ગાંધીનગર,ખેડા,પોરબંદર,અને વલસાડમાં 6-6 કેસ,મોરબીમાં 5 કેસ, અમદાવાદ અને અમરેલીમાં 4-4 કેસ, સાબરકાંઠામાં 3 કેસ, જામનગરમાં 2 કેસ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જૂનાગઢમાં 1-1 કેસ નોંધાયો છે

 

(9:17 pm IST)