ગુજરાત
News of Thursday, 11th August 2022

નર્મદા જિલ્લા VHPદ્વારા જિલ્લા જેલના બંદીવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :તારીખ 11/ 8 /2022 ના રોજ રાજપીપલા  જિલ્લા જેલ ખાતે રહેલ બંદીવાનો પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી શકે તે હેતુસર રાજપીપલા જિલ્લા જેલના અધિકારી આર બી મકવાણાની રાહબરી હેઠળ મહિલા અધ્યક્ષ દત્તાબેન ગાંધી, દુર્ગાવાહિની સંયોજક ભામીનીબેન, માતૃશક્તિ સંયોજક એકતાબેન વસાવા, તથા કાર્યકર્તા બહેનો દ્વારા રાજપીપલા જિલ્લા જેલના તમામ અધિકારી કર્મચારી તેમજ તમામ બંદીવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી,આ પ્રસંગે રાજપીપલા જીલ્લા જેલના બંદીવાનો એ અશ્રુભીની આંખો સાથે રાખડી બાંધનાર બહેનોને ભેટ સ્વરૂપે વચન આપેલ કે જેલની બહાર નીકળીને ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરીશું તેમજ કોઈપણ પ્રકારનું વ્યસન કરીશું નહીં.

 આ કાર્યક્રમ રાખવા બદલ અધિક્ષક આર બી મકવાણા ,જેલ ના અન્ય અધિકારી ,કર્મચારી તેમજ તમામ બંદીવાનોએ એ મહિલા અધ્યક્ષ દત્તાબેન ગાંધી, દુર્ગાવાહિની અને માતૃશક્તિ ની બહેનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ અજીતસિંહ રાઠોડ, જિલ્લા સહ અધ્યક્ષ નિલેશ તડવી, જિલ્લા મંત્રી ગૌતમ પટેલ,  જિલ્લા સહમંત્રી નીરવ બારોટ, કોસાધ્યક્ષ દીપલ સોની, બજરંગ દળ સંયોજક પુષ્પરાજ ચૌહાણ,  ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

(12:17 am IST)