ગુજરાત
News of Monday, 12th April 2021

વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરીને કોરોના પોઝીટીવ

રસી મુકાવ્યા બાદ જીતુ ચૌધરીને કોરોના થયો: થોડા દિવસ પહેલા રસીનો ડોઝ લીધો હતો

વલસાડઃ ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે ફરી એકવાર નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય જીતુ ચૌધરીને કોરોના પોઝીટીવ આવ્યો છે. ભાજપના વધુ એક ધારાસભ્ય પોઝીટીવ થયા છે. જીતુ ચૌધરી ઘરે હોમ આઇસોલેટ થયા છે. તેમના સંપર્કમાં આવેલ લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. જીતુ ચૌધરી હાલ એકદમ સ્વસ્થ છે. રસી મુકાવ્યા બાદ જીતુ ચૌધરીને કોરોના થયો છે. થોડા દિવસ પહેલા રસીનો ડોઝ લીધો હતો.

(2:08 pm IST)