ગુજરાત
News of Monday, 12th April 2021

અમદાવાદમાં કોરોના દર્દીની ખબર સ્‍વજનો 24 કલાક પૂછી શકે તે માટે હેલ્‍પલાઇન નંબર જાહેર કરાયો

અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સિવિલ મેડિસીટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે.

- 1200 બેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર 94097-66908 / 94097-76264

- મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ હેલ્પલાઇ નંબર 940976697

- આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) 079-49017074 / 079-49017075

- યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ 90999 55247 / 90999 55248

- જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) 079-2269000

આ તમામ નંબર 24x7 કાર્યરત છે. આ નંબર પર સંપર્ક કરીને સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીની સ્વાસ્થય સ્થિતિ અંગે માહિતી મેળવી શકાશે. આમ, સિવિલ મેડિસિટીના વહીવટીતંત્ર એ માત્ર દર્દીઓની જ નહીં, તેમના સ્વજનોની માનસિક જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખી આયોજન કર્યું છે.

(5:19 pm IST)