ગુજરાત
News of Saturday, 12th June 2021

રથયાત્રા માટે મહાયુધ્ધ મોરચા જેવી રણનીતિ ઘડાઈઃ ફકત અમદાવાદ નહિ, આખા ગુજરાતની પોલીસ હિસ્સો બને છે

રાજય સરકાર ભલે જે તે સયમની પરિસ્થિતી જોઈ નિર્ણય કરે પરંતુ પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કેમ ચાલી રહી છે? તેની રસપ્રદ ભીતરી કથા : લાખો ભકતોની હાજરી ધ્યાને લઈ આતંકવાદી તત્વોની નિયત ખરાબ ન થાય તે માટે સ્ટેટ આઈબી દિલ્હી સેન્ટ્રલ આઈબી સાથે સંકલનમાં રહે છે, સ્પેશ્યલ બ્રાન્ચ, પોલીસ કંટ્રોલ અને ક્રાઈમ બ્રાંચની ભૂમિકા પણ મહત્વની રહે છે : ગુજરાતભરમાંથી હજારો પોલીસ બોલાવી લેવાથી કામ પૂર્ણ થતું નથી, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ચેતક કમાન્ડો, કેન્દ્ર પાસેથી સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ,રેપિડ એકશન ફોર્સ સહિત અર્ધ લશ્કરી દળો ગોઠવવા પડે : ઊંચી ઈમારતો પરથી રાત્રે પણ નિરીક્ષણ થાય તેવા દૂરબીન સાથે જવાનો બાજ નજર રાખે, આકાશ, ધરતી અને સરહદ તથા દરિયા કિનારા અને જેલમાં પણ સાવચેતી રાખવામાં આવે છે

રાજકોટ તા.૧૨: કોરોના મહામારી ધ્યાને લઈ ગત વર્ષ હાઈકોર્ટના આદેશ બાદ મુલતવી રહેલી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આગામી માસે આષાઢી બીજે નિકળશે કે કેમ તે બાબતે રાજ્ય સરકાર અર્થાત્ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા જે તે સમયની કોરોના પરિસ્થિતિ જોઈ નિર્ણય લેવાની ભલે જાહેરાત કરી હોય પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા તો અચાનક રથયાત્રા કોઇ સંજોગોમાં કાઢવી પડે તો ઊંઘતા ઝડપાઇ ન જવાય તે માટે જબરજસ્ત તૈયારીઓ શરૂ થઇ ગઇ હોવાનુ સૂત્રો જણાવે છે.       

સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ અમદાવાદના બન્ને એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી અને ડીસીપી સહિત ઉચ્ચાધિકારીઓ દ્વારા મુલાકાત લીધા બાદ   ગઈ કાલે ગૃહ મંત્રી પ્રદીપ સિહ જાડેજા દ્વારા પોતાના જન્મ દિવસ અંતર્ગત મંદિરની મુલાકાત તથા ભગવાનના આશીર્વાદ સાથે દર્શન કર્યા હતા.                   

કુંભ મેળા પછી દેશમાં પોલીસ બંદોબસ્તમાં બીજા નંબરે હોવાથી અને લાખો ભાવિકોની આસ્થવાળી રથ યાત્રા અંગે ગૃહ મંત્રી દ્વારા જણાવાયેલ કે  રથયાત્રાનો સમય જયારે નજીક આવશે તે સમયે કોતીના મહામારી સહીતની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી ત્યારબાદ નિર્ણય કરવામાં આવશે,.તેમની વાત બિલકુલ સાચી છે.                       

બહુ ઓછાં લોકોને જાણ હશે કે લાખો લોકો ભકતોની ઉપસ્થિતિવાળી આ રથયાત્રા માટે અમદાવાદ પોલીસની સ્પેશ્યલ બ્રાન્ચ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર માર્ગદર્શન હેઠળ ૨ માસ પહેલા તૈયારીઓ શરૂ થઈ જાય છે. હજારો પોલીસ ખડે પગે રહે છે.ગુજરાતના વિવિધ શહેર અને જિલ્લામાંથી અનુભવી સ્ટાફ તેડાવવામાં આવે છે. સમગ્ર અમદાવાદ તથા બહારથી ખાસ બોલાવાયેલ અફસરો અને સ્ટાફને વિવિધ જવાબદારી સુપરત થાય છે.રાજ્યના પોલીસ વડા અને ગૃહ મંત્રી પણ ખાસ કન્ટ્રોલ રૂમ દ્વારા નિરીક્ષણ કરે છે,અર્ધ લશ્કરી દળો તથા કેન્દ્ર પાસેથી સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ બોલાવાય છે,સમગ્ર અમદાવાદ તથા આસપાસની હોટલ અને ગેસ્ટ હાઉસ  વિગેરેની ચકાસણી થાય છે.ચેતક કમાન્ડો અને બોમ્બ ડીસપોઝેબલ સ્કોડ , ડોગ સકોડ પણ મદદે રહે છે.      

ઊંચા બિલ્ડિંગ પાવરફુલ દૂરબીન સાથે રાત દિવસ નજર રાખવામાં આવે છે,બંદોબસ્તમાં અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રૂમની ભૂમિકા પણ ખૂબ મહત્વની બને છે,રથ કયા છે,પરિસ્થિત કેવી છે તમામ બાબત કન્ટ્રોલ રૂમ નિરીક્ષણ કરે છે.             

ભૂતકાળમાં રથ યાત્રા રકત રંજીત બનેલ તે બાબત કેન્દ્રમાં રાખી કોઈ કચાસ છોડાતી નથી, લાખો ભકતોની  હાજરી વાળી રથ યાત્રામાં આતંકવાદી ઘૂસી ન આવે તે માટે સરહદ અને દરિયા કિનાર પર બાજ નજર રાખવામાં આવેછે.                  

પોલીસ માફક સ્ટેટ આઈબી વિશેષ એલર્ટ રહેછે,સેન્ટ્રલ આઇબી સાથે સંકલન રાખી તમામ અપ ડેટ મેળવાય છે,જેલમાં પણ ખુંખાર અને આતંકવાદી તત્વો હોય ગુજરાતના જેલ વડા દ્વારા પણ નિગરાની વધારી દેવાય છે.

(12:50 pm IST)