ગુજરાત
News of Saturday, 12th June 2021

અમદાવાદમાં એનઓસી મુદ્દે સીલ કરાયેલ સ્કૂલોને કોર્પોરેશન દ્વારા રાહતઃ ૨૫થી વધુ સ્કૂલોને માત્ર રેકર્ડ કાઢવાની છૂટ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન અને ફાયર NOC મુદ્દે સીલ કરાયેલી સ્કૂલોને આંશિક રાહત આપી છે. અમદાવાદ મ્યુનિ. શહેરમાં સીલ કરેલી 25થી વધુ સ્કૂલોને માત્ર રેકર્ડ કાઢવા માટેની છૂટ આપી છે. મ્યુનિ. સીલ કરેલી સ્કૂલોમાંથી માત્ર માર્કશીટ તૈયાર કરવા માટે કોઈ રેકર્ડ કાઢવું હશે તો માત્ર એક બે કલાક માટે સીલ ખોલી અપાશે. એકવાર રેકર્ડ કાઢી લીધા બાદ ફરી સ્કૂલને સીલ કરાશે, માર્કશીટ સહિતની કામગીરી અન્ય સ્થળે બેસી કરવી પડશે.

અમદાવાદ મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરમાં 25થી વધુ સ્કૂલોને બીયુ પરમિશન અને ફાયર NOC મુદ્દે સીલ કરી હતી. હવે સ્કૂલોમાં ધો 10 કે અન્ય ધોરણના વિદ્યાર્થીઓની માર્કશીટ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. આમ જે સ્કૂલોને સીલ કરાઈ છે તેઓ તરફથી રેકર્ડ નીકળવા માટે રાહત આપવા રજુઆત કરાઈ હતી. આમ માત્ર કોઈ જરૂરી રેકર્ડ કાઢવા માટે એક બે કલાક માટે સ્કૂલના સીલ ખોલાશે પછી સ્કૂલ ફરી સીલ કરી દેવાશે. માર્કશીટ બનાવવાની કામગીરી અન્ય સ્થળે બેસી કરવી પડશે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલો સીલ કરેલી

1. પ્રકાશ સ્કૂલ, બોડકદેવ

2. ચાંદલોડિયાની ભાવિક વિદ્યાલય

3. ગોતાની કિડઝી પ્રિ સ્કૂલ

4. રાણીપની હિમાંશુ સ્કૂલ

5. રાણીપની કિડઝી

6.વાડજની ગણેશ વિદ્યાલય

7. વાડજની નિમા વિદ્યાલય

8. વાડજ ગામની લક્ષ્મી વિદ્યાલય

9. વાડજની એન્ગલ સ્કૂલ

10. રાણીપની નવસર્જન સ્કૂલ

11. રામોલની નવરચના સ્કૂલ

12. ગેરતપુરની શ્રી માતંગી સ્કૂલ

13. ઇસનપુરની મહાવીર સ્કૂલ

14. રાણીપની ગીતા સ્કૂલ

15. વાડજની ન્યુ વિદ્યા વિહાર સહિત અન્ય

(5:38 pm IST)