ગુજરાત
News of Saturday, 12th June 2021

મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરંટી યોજનાની વિજયભાઇ રૂપાણીએ પ્રશંસા કરીઃ મજૂરો માટે મનરેગાએ સંકટ મોચનનું કામ કર્યુ

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ (MNREGA)ની પ્રશંસા કરવામાં આવી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગત વર્ષે લૉકડાઉનમાં પોતાના ગામમાં પરત ફરેલા મજૂરો માટે મનરેગાએ સંકટમોચકનું કામ કર્યુ છે. સિવાય મનરેગાને કોવિડના પ્રભાવોમાંથી બહાર આવવામાં મદદગાર ગણાવી છે.

રિપોર્ટ રાજ્યના જળવાયુ પરિવર્તન વિભાગ તરફથી તૈયાર કરવામાં આવી છે, જેનું સમર્થન IIM અમદાવાદ અને IIT ગાંધીનગરે કર્યુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સરકારને સંકટ સામે લડવાના સમાધાનના રૂપમાં ખેતીને પ્રાથમિકતા આપવી જોઇએ. રિપોર્ટમાં આદિવાસી જિલ્લો દાહોદ સહિત કેટલાક વિસ્તારનો હવાલો આપીને કહ્યુ કે રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં કોવિડ બાદ નુકસાનમાંથી બહાર આવવા માટે મનરેગાની નવી રણનીતિ બનાવવી જોઇએ.

રિપોર્ટ અનુસાર, ગત વર્ષે કોવિડ-19 બાદ આશરે એક લાખ પ્રવાસી મજૂર દાહોદમાં પોતાના ગામમાં પરત ફર્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે, સરકાર રોજગારની તકો ઉભી કરવા માટે ક્ષેત્રમાં કામ કરી રહી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યુ કે, ઘરે પરત ફરવા મજબૂર થયેલા મજૂરો માટે મનરેગા સંકટમોચકની જેમ રહી છે. મહત્વપૂર્ણ છે કે મનરેગાની શરૂઆત કોંગ્રેસના નેતૃત્વ ધરાવતી UPA સરકારમાં 2006માં થઇ હતી.

ગુજરાતમાં મનરેગા હેઠળ દાહોદમાં સૌથી વધુ શ્રમિક છે. અહી તેમની સંખ્યા 2.38 લાખ છે. તે બાદ ભાવનગર (77 હજાર 659), નર્મદા (59 હજાર 208)નો નંબર આવે છે.

(5:39 pm IST)